Campus View

 

શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, લાખણીમાં તાલુકા કક્ષાની વક્તવ્ય સ્પર્ધા યોજાઈ

તારીખ:- 30 નવેમ્બર 2021, મંગળવાર 

       શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં નહેરુ યુવા કેન્દ્ર સંગઠન લાખણી બ્લોક પ્રેરિત તાલુકા (બ્લોક) કક્ષાની વક્તવ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
       દેશભક્તિ અને રાષ્ટ્ર નિર્માણની થીમ ઉપર યોજાયેલ તાલુકા કક્ષાની વક્તવ્ય સ્પર્ધામાં તાલુકાની વિવિધ કૉલેજોના વિદ્યાર્થીઓેએ ભાગ લીધો હતો. વક્તવ્ય સ્પર્ધામાં હેતલબા વાઘેલા, ગૌતમભાઈ ગોહિલ અને અનિતાબેન પુરોહિતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. કાર્યક્રમમાં કૉલેજના ટ્રસ્ટી તેજાભાઈ પટેલ, પ્રોફે. મહિપાલસિંહ વાઘેલા, પ્રોફે. થાંનાભાઈ પટેલ, સુરેશભાઈ ચૌધરી અને નહેરૂ યુવા કેન્દ્ર સંગઠન લાખણી બ્લોકના સદસ્યો અમીચંદ શ્રીમાળી, સાગર ગજ્જર, હિતેશ દેસાઈ, સંજય દેસાઈ સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, લાખણીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

તારીખ:- 20 નવેમ્બર 2021, શનિવાર

      શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં આઠ ગામ આંજણા યુવક મંડળ દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
     કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે પી.આઈ. ચૌધરી તથા હિરાભાઈ પુરોહિત સહિત વિવિધ તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બાબરાભાઈ એન. ચૌધરી, હરિભાઈ ચૌધરી, નાગજીભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, લાખણીમાં બ.કાં. સાંસદની ઉપસ્થિતિમાં નમો ક્વિઝ સ્પર્ધા યોજાઈ

તારીખ:- 14 ઓક્ટોમ્બર 2021 , ગુરુવાર

         શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ અને જીલ્લા ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપના યુવા મોરચા દ્વારા નમો ક્વિઝ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
નમો ક્વિઝ કોન્ટેસ્ટમાં કૉલેજના ૧૨૪ વિદ્યાર્થીઓેએ ભાગ લીધો હતો. ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમે વિધિબેન દરજી, ગોવિંદભાઈ ચૌધરી, આશાબેન ચૌધરી, અરવિંદભાઈ ચૌધરી, કિંજલબેન પરમાર, નરેશભાઈ મકવાણા ઉર્તિણ થયાં હતાં.
      ક્વિઝ કોમ્પિટિશનના અંતે વિદ્યાર્થીઓને બિરદાવવા માટે બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, લાખણી તાલુકા ભાજપના પ્રમુખ શ્રી બાબરાભાઈ પટેલ, યુવા મોરચાના પ્રદેશ કોષાધ્યક્ષ નરેશભાઈ ઠાકોર, રમેશભાઈ દેસાઈ, રૂડાભાઈ રાજપુત, સાગરભાઈ ગજ્જર, રામભાઈ રાજપુત, પ્રભાતસિંહ વાઘેલા, સવજીભાઈ રાજપુત, મેહુલભાઈ રાજપુત સહિત કૉલેજના ટ્રસ્ટીઓ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, લાખણીમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી

તારીખ:- 09 ઓક્ટોમ્બર 2021, શનિવાર

શ્રી ક્રિષ્ના એજ્યુકેશન કેમ્પસ સ્થિત શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, લાખણીમાં એક દિવસીય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌપ્રથમ કૉલેજના ટ્રસ્ટીશ્રીઓ, સ્ટાફગણ અને વિદ્યાર્થીનીઓએ માતાજીની આરતી કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાદેશિક વેશભૂષાઓમાં સજ્જ થયેલાં ભાઈઓ અને બહેનો ડી.જે.ના તાલે ગરબા રમ્યાં હતાં.
આ કાર્યક્રમમાં કૉલેજના પ્રમુખ શ્રી બળવંતભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રીઓ તેજાભાઈ એન. પટેલ, વિનોદભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, કૉલેજના પ્રિન્સીપાલ પ્રો. પ્રવિણભાઈ વજીર, પ્રો. મહિપાલસિંહ વાઘેલા, પ્રો. થાંનાભાઈ પટેલ, સુરેશભાઈ ચૌધરી સહિત બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ, લાખણીમાં ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

તારીખ:- 02 ઓક્ટોમ્બર 2021,શનિવાર

        લાખણી ખાતે આવેલી શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગાંધી જયંતીની ઉજવણી ઉદ્દીશા પ્રકલ્પ અને સાંસ્કૃતિક સેલના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રોફે. એમ. એ. વાઘેલાએ સ્વાગત પ્રવચન અને કૉલેજના ટ્રસ્ટી શ્રી તેજાભાઈ એન. પટેલે ઉદ્દઘાટન પ્રવચન આપીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે કૉલેજમાં ક્વિઝ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વક્તવ્ય સ્પર્ધા અને દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિ ગીત સ્પર્ધામાં ૧ર વિદ્યાર્થીઓેએ, વક્તવ્ય સ્પર્ધામાં ૧૦ વિદ્યાર્થીઓએ, ક્વિઝ સ્પર્ધામાં ૮૦ વિદ્યાર્થીઓએ અને નિબંધ સ્પર્ધામાં ૧૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં કૉલેજના પ્રમુખ શ્રી બળવંતભાઈ વી. ચૌધરી, ટ્રસ્ટીશ્રીઓ તેજાભાઈ એન. પટેલ, વિનોદભાઈ પટેલ, રમેશભાઈ પટેલ અને સુરેશભાઈ ચૌધરી સહિત સ્ટાફગણ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


 શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું 

તારીખ:- 17 સપ્ટેમ્બર 2021,શુક્રવાર

લાખણી ખાતે આવેલી શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજમાં જનનાયક, લોકપ્રિય, વિકાસપુરુષ તથા વૈશ્વિક ફલક પર માં ભારતના પરમવૈભવને  પુનઃ સ્થાપિત કરાવવા દ્રઢસંકલ્પિત, રાજર્ષિ, ભારતવર્ષનું ગૌરવ તથા ગુજરાતની ધરાના સપૂત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 

         આ કાર્યક્રમમાં બાબરાભાઈ ચૌધરી પ્રમુખ લાખણી તાલુકા ભાજપ, સેંધાભાઈ પ્રજાપતિ, બાબુલાલ પાનકુટા, તેજાભાઇ ભુરીયા, અગરાજી ઠાકોર, લક્ષ્મણભાઈ  પટેલ, હેમરાજભાઈ પટેલ, રમેશભાઈ પ્રજાપતી, હરિભાઈ ચૌધરી, મહેશભાઈ પટેલ, ક્રિષ્ના આર્ટસ કોલેજના પ્રમુખ બળવંતભાઈ વી. ચૌધરી, ટ્રસ્ટીઓ વિનોદભાઈ કે. પટેલ, ટી. એન. પટેલ, સુરેશ ચૌધરી તથા સ્ટાફગણ અને કૉલેજના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં  આવ્યું હતુ.
શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

તારીખ:- 5 જૂન 2021, શનિવાર  

                    વિશ્વ પર્યાવરણ દિન દિવસે પર્યાવરણ પ્રત્યે જાગૃતતા કેળવાય એ હેતુથી શ્રી ક્રિષ્ના આર્ટસ કૉલેજ લાખણી ખાતે વૃક્ષારોપણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ  કરવામાં આવ્યું હતું. જેમાં વૃક્ષોની માવજત થાય તે હેતુસર પાણી બચાવવા માટે ડ્રીપ ઇરિગેશન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખણી તાલુકાના વિવિધ સમાજના આગેવાનો દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં લાખણી તાલુકા ભાજપ બાબરાભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, સેધાભાઇ પ્રજાપતિ,બાબુલાલ પાનકુટા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને પર્યાવરણ બચાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.